રાજ્યની શાળા-કોલેજોમાં આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
દિવાળીના તહેવારો સાથે સ્કૂલો અને કોલેજોમાં 21 દિવસનું શૈક્ષણિક વેકેશન પૂર્ણ થઈ ગયુ છે ત્યારે હવે આજથી રાજ્યની સ્કૂલો અને કોલેજમાં બીજુ શૈક્ષણિક સત્ર શરૂ થઇ ગયું છે. રાજ્યમાં બાળકોની કિલકારીઓ થી શાંત થયેલી રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક મળી 57 હજારથી વધુ શાળાઓમાં આજે 29મી નવેમ્બરના રોજ 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થતાં 30મી નવેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થતા રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ગયો છે.
રાજ્યની ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની ધો.1થી 8ની પ્રાથમિક સ્કૂલો તેમજ ધો.9થી 12ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ગત 9મી નવેમ્બરથી દિવાળી વેકેશન શરૂ થયુ હતુ. દિવાળી વેકેશન સમાપ્ત થતાં રાજ્યની તમામ શાળાઓમાં અભ્યાસ કરતાં અંદાજે 1.15 કરોડ જેટલા બાળકોના કિલ્લોલથી સ્કૂલ કેમ્પસો ગુંજી ઉઠ્યો છે. તારીખ 30 નવેમ્બરથી તારીખ 5મી મે-2024 સુધીના બીજા શૈક્ષણિક સત્રમાં બાળકોના શિક્ષણકાર્ય માટે કુલ 127 દિવસ ફાળવવામાં આવ્યાં છે. જે પૂર્ણ થતાં છઠ્ઠી મે-2024ના રોજ 35 દિવસનું ઉનાળુ વેકેશન પડશે.