મિચૌંગ વાવાઝોડાના કારણે અમદાવાદથી ચેન્નાઈ અને હૈદરાબાદની ફલાઈટો કરાઈ રદ, મુસાફરો પરેશાન
મિચૌંગ વાવાઝોડાના કારણે સામાન્ય જન જીવન પ્રભાવિત થયું છે. બંગાળની ખાડીમાં ચક્રાવાતી તોફાન મિચૌંગના કારણે દક્ષિણ તરફ જતી ટ્રેન અને ફલાઈટના શિડયુલને અસર પહોંચી છે. વાવાઝોડાના કારણે અમદાવાદથી ચૈન્નાઈ જતી ઇન્ડિગોની 3 અને હૈદરાબાદની 1 ફલાઈટ રદ કરાઈ. ફલાઈટ શિડયુલ ખોરવાતા તેમજ કેટલીક ફલાઈટો રદ થતા પેસેન્જરો પણ મુશ્કેલીમાં મૂકાયા. બંગાળની ખાડી પર ઉદભવેલ
મિચૌંગ વાવાઝોડુ બપોરે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે ત્રાટકે તેવી હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી. દક્ષિણ ભારતમાં વાવાઝોડા સાથે અનેક વિસ્તારોમાં વરસાદને પગલે અમદાવાદથી ચેન્નાઈ અને હૈદરાબાદની ફલાઈટો રદ કરવામાં આવી છે.મિ
ચૌંગ વાવાઝોડાને પગલે ચેન્નાઈ એરપોર્ટ પર પાણી ભરાતા 14થી વધુ ફલાઇટોને અસર થઈ. ચક્રવાત મિચૌંગને પગલે હવામાન વિભાગે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરતા પેસેજન્જરો માટે એડવાઈઝરી જાહેર કરતા ફલાઈટસના શિડયુલની તપાસ કરી મુસાફરી કરવા સૂચન કર્યું.ફલાઈટ શિડયુલ ખોરવાતા તેમજ કેટલીક ફલાઈટો રદ થતા પેસેન્જરો મુશ્કેલીમાં મૂકાયા છે.