ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં સી.એમ. પટેલ કોલેજ ઓફ નર્સિંગના એશોસિયેટ પ્રોફેસર હિમાલીબેને સંશોધન પેપર રજૂ કર્યું
બીજી રીજિયોનલ કોન્ફરન્સ ઓફ એશિયા ઓસેનિકના કાંગારું મધર કેર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા “Start, Strengthen and Sustain KMC for Every Newborn Everywhere” વિષય ઉપર તા. 2/12/2023 થી 3/12/2023 બે દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
આ પરિષદમાં યુ.એસ.એ, ફિલિપાઈન્સ, કેનેડા, વિયેતનામ, યુગાન્ડા,નેપાળ, આફ્રિકા,વિગેરે દેશોમાથી 50 જેટલા એક્સપર્ટ તથા ભારતના 200 જેટલા બાળરોગ તબીબોએ અને નર્સિંગ પ્રતિનિધિઓએ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ કોન્ફરન્સમાં સી.એમ. પટેલ કોલેજ ઓફ નર્સિંગના ત્રણ ફેકલ્ટીએ તેમાં એસોશિયેટ પ્રોફેસર હિમાલી પ્રજાપતિ ,
અનિલ રખિયાનીય અને નમ્રતા ડોબરિયા એ ભાગ લીધો હતો. તેમાં એસોશિયેટ પ્રોફેસર હિમાલી પ્રજાપતિ દ્વારા સંશોધન પેપર રજૂ કરવામાં આવ્યું હતું આ પેપર માટે તેમને પ્રથમ પારિતોષિત પ્રાપ્ત થયું હતું. તે માટે કોલેજના પ્રિન્સિપાલ તથા વાઇસ પ્રિન્સિપાલે અભિનંદન પાઠવ્યા હતા.