અમદાવાદ શહેરના બગીચામાં અવ્યવસ્થા અંગે નાગરિકો QR કોડથી સીધી AMCને ફરિયાદ કરી શકશે
અમદાવાદ શહેરના બગીચામાં અવ્યવસ્થા અંગે નાગરિકો QR કોડથી સીધી AMC ફરિયાદ કરી શકશે. હવે બગીચામાં અવ્યવસ્થા અંગે નાગરિકો QR કોડથી સીધી ફરિયાદ કરી શકશે. આ સાથે વ્યવસ્થા, સુવિધા, સ્વચ્છતા અને સલામતીને લઇ નાગરિકો ફરિયાદ કરી શકશે. જે માટે QR કોડ સ્કેન કરીને સીધી ફરિયાદ AMCને દાખલ કરી શકાશે. હાલમાં મણિનગર વિસ્તારના 2 ગાર્ડનમાં QR કોડ સાથે યોજનાની શરૂઆત થઈ છે. જે બાદમાં આગામી સમયમાં અમદાવાદના 290 જેટલા ગાર્ડનમાં QR કોડ લાગશે.
અમદાવાદના 290 જેટલા બગીચાઓના રખરખાવ માટે QR કોડ લગાવાશે. જેથી હવે બગીચામાં અવ્યવસ્થા અંગે નાગરિકો QR કોડથી સીધી ફરિયાદ કરી શકશે. હાલ મણિનગર વિસ્તારના 2 ગાર્ડનમાં QR કોડ સાથે યોજનાની શરૂઆત થઈ છે. જે બાદમાં હવે આગમી દિવસોએ અન્ય બગીચામાં પણ આ યોજના શરૂ કરવામાં આવશે.