ચીનના રહસ્યમય ન્યૂમોનિયાની ભારતમાં એન્ટ્રી, દિલ્હી AIIMSમાં 7 કેસ નોંધાયા
કોરોના જેવા રોગને કારણે આખી દુનિયામાં મહામારી ફેલાવનારા ચીનની વધુ એક બીમારીની ભારતમાં એન્ટ્રીને લઈ મોટી અપડેટ સામે આવી રહી છે. મળેલી જાણકારી મુજબ ચીનમાં હાલ હાહાકાર મચાવનાર ન્યૂમોનિયા ની બીમારીના 7 કેસ દિલ્હીમાં નોંધાયા છે. ચીન ફરી એકવાર વિશ્વભરમાં વધુ એક રહસ્યમય બીમારી ફેલાવીને ફફડાટ ફેલાવ્યો છે. ચીનમાં ફેલાઈ રહેલા રહસ્યમય ન્યુમોનિયાના 7 કેસ હવે દિલ્હી AIIMSમાં નોંધાતા ભયનો માહોલ સર્જાયો છે. આ કેસ એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે નોંધાયા હોવાની માહિતી મળી રહી છે. જ્યારે AIIMS એ આ પ્રકારના દર્દીઓ પર રિસર્ચ કર્યું તો આ બીમારી સાથે સંકળાયેલા બેક્ટેરિયા માઈક્રોપ્લાઝ્મા ન્યૂમોનિયાની જાણકારી મળી આવી હતી.