બ્રેકિંગ: અસુવિધાઓ અને ગેરરીતિના કારણે અમદાવાદની 4 ખાનગી પ્રાથમિક શાળાની માન્યતા કરાઈ રદ
અમદાવાદમાં ખાનગી પ્રાથમિક શાળાને લઈ મોટો અપડેટ સામે આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરની 4 ખાનગી પ્રાથમિક શાળાઓની માન્યતા રદ કરી દેવામાં આવી છે. શાળામાં અનેક અસુવિધાઓ અને વિવિધ ગેરરીતી સહિતના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી સાંપડી રહી છે.
શહેરની 4 શાળાઓની માન્યતા રદ કરવામાં આવતા અન્ય ખાનગી શાળાઓમાં સોપો પડી ગયો છે અને પોતાની સુવિધાઓ અંગે એલર્ટ થવા લાગી છે. આ સાથે જ આ શાળામાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્યના શિક્ષણને લઇને અનેક સવાલો થઇ રહ્યા છે.