કિશોર ઈન્સ્ટિટ્યૂટ દ્વારા મેગા સ્કોલરશીપ એક્ઝામનું આયોજન કરાયુ
શિક્ષણક્ષેત્રે ગુજરાતની નં.૧ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ બની રહેલી ગાંધીનગરની કિશોર ઈન્સ્ટિટયૂટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને કારકીર્દિ ઘડતર માટે સ્કોલરશીપ ફાળવવાનું ઉમદા આયોજન હાથ ધરવામાં આવે છે, જે અંતર્ગત રાજ્યભરના ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ માટે યોજાનાર KISAT ની એક્ઝામ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે વધુ વિગતો આપતા કિશોર ઈન્સ્ટિટ્યૂટના સ્થાપક કિશોરસિંહ રાજપૂતે મીડિયા સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે KISAT સ્કોલરશીપ માટે રજિસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ અંગ્રેજી માધ્યમ માટે ૧૫ ડિસેમ્બર જ્યારે ગુજરાતી માધ્યમ માટે ૨૨ ડિસેમ્બર રાખેલ હોઈ ફુલ સ્કોલરશીપ મેળવી કિશોર ઈન્સ્ટિટ્યૂટમાં શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત ક૨ી કારકીર્દિ ઘડવા માગતા હોય તેમણે વહેલી તકે ઈન્સ્ટિટ્યૂટનો સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ કરેલ છે.