રમતગમત

ન્યુયોર્ક સિટીમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની ટી20 વર્લ્ડ કપની મેચ રમાશે

ક્રિકેટ જગતના બે સૌથી મોટા કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન અમેરિકાની ધરતી પર પહેલીવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં સામસામે થવા જઈ રહ્યા છે. જો કે ICC દ્વારા હજુ સુધી સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ સંભાવના છે કે આ મેચ ન્યૂયોર્કના સમય મુજબ બપોરે યોજવામાં આવે. આઇસીસીની આગામી ઇવેન્ટ T20 વર્લ્ડ કપ આવતા વર્ષે જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાવાની છે. આ ટુર્નામેન્ટમાં હજુ લગભગ 6 મહિના બાકી છે. પરંતુ તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ICC એ તૈયારી કરી લીધી છે અને સ્થળ, સમય અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x