ભારતીય શેરબજાર આજે પ્રથમ દિવસે ઘટાડા સાથે ઓપન થયું
ભારતીય શેરબજાર આજે પ્રથમ દિવસે સોમવારે ઘટાડા સાથે ઓપન થયું હતું. નવા સપ્તાહની શરૂઆત સ્થાનિક શેરબજાર માટે સારી રહી ન હતી અને સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટીમાં 200 પોઈન્ટના પ્રારંભિક ઘટાડાથી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને
મિડકેપ્સમાં વધારા સાથે પણ બજાર લીલા નિશન પર ખુલવામાં સફળ રહ્યું ન હતું. આજના કારોબારમાં સેન્સેક્સ લગભગ 294 પોઇન્ટના ઘટાડા સાથે 71,189 પર ખુલ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 83 પોઈન્ટના ઘટાડા સાથે 21,373 પર ખુલ્યો હતો.
બેંક નિફ્ટીમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો અને બજાર ખુલતાની સાથે જ બેંક નિફ્ટી 201 પોઈન્ટ ઘટીને 47942 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. જોકે, પાંચ મિનિટ પછી રિકવરી આવી હતી અને તે 48068ના સ્તરે આવી ગઈ છે. બેન્ક નિફ્ટીના 12માંથી 9 શેર ઘટાડા સાથે અને 3 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.