કડી કેમ્પસની બીબીએ-બીસીએ-બીકોમ કોલેજ દ્વારા રાજ્યકક્ષાના ‘આયના-અક્ષ-યાહૂ’ કાર્યક્રમની તડામાર તૈયારીઓ
ગાંધીનગરમા આવેલ કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ઉપરોક્ત કોલેજ કેમ્પસ ખાતે સતત 22 વર્ષથી “આઇના-અક્ષ-યાહૂ” શૈક્ષણિક તેમજ સાંસ્કૃતીક કાર્યક્રમ તેમજ મેગ્નેટ-આઈ.ટી.ફેર-કોમર્સ-ડે અને આંત્રપેનયોર ફિયાસ્ટા જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર કાર્યક્ર્મનું આયોજન યુનિવર્સિટીના પ્રેસિડેંટ અને સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન શ્રીવલ્લભભાઈ એમ.પટેલના માર્ગદર્શન હેઠળ બીબીએ,બીસીએ અને બી.કોમ કૉલેજનાં આચાર્યશ્રી અનુક્રમે ડૉ.રમાકાન્ત પૃષ્ટિ,ડો.રૂપેશ વ્યાસ,ડો.વીજ્ઞા ઓઝા તેમજ તમામ કોલેજના કો=ઓર્ડિનેટર્સ અને શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા સફળતાપુર્વક આયોજિત થઇ રહ્યું છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૨૨,૨૩ ડીસેમ્બરના રોજ ઉપરોક્ત કાર્યક્રમ આયોજિત થયા છે.સંસ્થાનો સમગ્ર કાર્યક્રમ થીમ આધારિત છે. આ વર્ષની થીમ “શિક્ષણ અને ચરિત્ર નિર્માણ” નક્કી કરવામાં આવી છે.જેને અનુરૂપ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં આંત્રપેનયોર ફિયાસ્ટામાં વિદ્યાથીઓ દ્વારા પોતે બનાવેલ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સને સ્પર્ધાના ભાગ રૂપે બે દિવસ કોલેજ કેમ્પસમાં માર્કેટ ઉપલબ્ધ કરાવવામાં આવશે.જેમાં ફૂડ, હેંડીક્રાફ્ટ,ફેશન બાઝારની પ્રોડક્ટસ વિદ્યાર્થીઓ દ્વારા બનાવી તેને વેચવામાં આવશે.
વિદ્યાર્થીઓની આંતરિક શક્તિને બહાર લાવવાની તક પ્રાપ્ત થાય તે ઉદેશ્યથી ઉપરોક્ત સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેનાથી તેમનો સર્વાંગી વિકાસ થાય સાથેસાથે તેમનામાં પડેલી આંતરિક શક્તિઓને ખિલવવા માટેનું ઍક પ્લૅટફૉર્મ વિદ્યાર્થીઓને પૂરુ પાડી શકાય. તેમજ સંસ્થા દ્વારા કોમર્સ ડે-મેગ્નેટ-આઇટી ફેર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેમા પણ કૉલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લેવા માટે તૈયારીઓ ચાલી રહી છે.જેમા વિદ્યાર્થીઓ દ્વાર વિવિધ પ્રૉજેક્ટ બનાવવામાં આવી રહ્યા છે.
જેથી વિદ્યાર્થીઓમાં ઉધોગ સાહસિકતા તેમજ બિજનેસ માટે પ્રેક્ટીકલ અભિગમ કેળવી શકાય. અને આઈના-અક્ષ-યાહૂમાં શાળાના વિદ્યાર્થીઓ માટે ૧૬ જેટલી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ ભાગ લેશે.કાર્યક્રમની સફળતા માટે છેલ્લા ૧૫ દિવસથી વિદ્યાર્થીઓ પોતપોતાના કાર્યમાં લાગી ગયા છે.અભ્યાસની સાથેસાથે કૉલેજમાં અભ્યાસ સમય બાદ રોકાઈને અધ્યાપક ગણ તેમજ બિનશૈક્ષણીક સ્ટાફની મદદથી કાર્યક્રમને સફળ બનાવવા કાર્ય કરી રહ્યા છે.સંસ્થા પાસે અનુભવી અધ્યાપકોની ટીમ છે.જેમના અનુભવનો લાભ વિદ્યાર્થીઑને વિવિધ સ્તરે તૈયારીઓમાં મળે છે.
અધ્યાપકગણ ના માર્ગદશન હેઠળ સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓને સંચાલિત કરવાનો મોકો કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓને મળશે.કાર્યક્રમમાં ગાંધીનગર અને અમદાવાદના વિવિધ વિસ્તારની ૩૬ જેટલી શાળાઓનાં અંદાજિત ૨૯૫૦ જેટલા વિદ્યાર્થીઓ કાર્યક્રમની મુલાકાત લેશે તેમજ જુદી-જુદી સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે.શાળાઓનાં આચાર્યશ્રીઑ તેમજ વિવિધ શાળાનાં શીક્ષકો પણ અત્રે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારશે. સમગ્ર કાર્યક્રમમાં ઉપરોક્ત કૉલેજોના સેમેસ્ટર ૨,૪ અને ૬ ના વિદ્યાર્થીઓ. વિવિધ કમિટિમાં રહી કાર્ય કરી રહ્યા છે.
તેમજ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે.તમામ સ્પર્ધામાં પ્રથમ તેમજ દ્વિતીય ક્રમના વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. જયારે કૉલેજનાં વિદ્યાર્થીઓ ને પણ પ્રથમ તેમજ દ્વિતીય વિજેતા સ્પર્ધકોને ટ્રોફી ઍનાયત કરવામાં આવશે.