ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનની સ્ટેશન સલાહકાર સમિતિમાં સભ્યોની નિમણુક કરાઇ
યાત્રી સબંધિત તેમજ પાર્સલ અને સામાનના હેરફેર માટે બુકિંગ અને વ્યવસ્થાપન સુવિધાઓ સુવ્યવસ્થિત રીતે કાર્યરત રહે તે દિશામાં સમિતિ કાર્ય કરશે. ભારતીય રેલવે દ્વારા ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનની સ્ટેશન સલાહકાર સમિતિમાં વિજયભાઈ શાહ, શિરીશભાઈ મોદી, મુકેશભાઈ પુરોહિત, સુનિલભાઈ દેસાઈ તથા અમિતભાઈ પટેલની નિમણુક કરવામાં આવી છે. સ્ટેશન સલાહકાર સમિતિ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન પર યાત્રી સબંધિત સુવિધાઓ, પાર્સલ અને સામાનના હેરફેર માટે બુકિંગ અને વ્યવસ્થાપન સુવિધાઓ અંગે અને સ્ટેશનની કામગીરી સુવ્યવસ્થિત રીતે કાર્યરત રહે તે દિશામાં કાર્ય કરશે. શહેર ભાજપ પ્રમુખ શ્રી ઋચિર ભટ્ટે નિમણુક પામનાર દરેકને શુભેચ્છાઓ પાઠવી છે.