ગાંધીનગરમાં દારૂની છૂટ અંગે જાણો કોંગ્રેસે શું કહ્યું
ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી ખાતે વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને લઈને ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કોઈ વ્યક્તિ દારૂ પીધેલો ઝડપાશે તો ગિફ્ટ સિટીનું નામ આવશે.
કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરએ જણાવ્યું કે, ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ નિંદનીય છે. રાજ્ય સરકારે ગુજરાતમાં જ દારૂની વ્યવસ્થા કરી આપી છે. સરકારે ગુજરાતને કલંક લગાડવા નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, કોઈપણ માણસ દારૂ પીને પકડાશે અને ક્રાઈમ કરશે તો એક જ વાત આવશે કે તેને ગિફ્ટ સિટીમાં દારૂ પીધો છે. વધુમાં કહ્યું કે,સ ગુજરાતના દારૂડિયાઓ અને બુટલેગરોને દારૂ માટે માઉન્ટઆબુ અને અન્ય રાજ્યોમાં જવું પડતું હતું તેની જગ્યાએ ગુજરાત સરકારે તેમને ગુજરાતમાં જ વ્યવસ્થા કરી આપી છે. ગુજરાત સરકારે ગુજરાતને કલંક લગાડવા માટેનો જે નિર્ણય લીધો છે તેને અમે વખોડીયે છીએ. વધુમાં ઉમેર્યું કે, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આવા લોકોને સદબુદ્ધિ આપે અને ગાંધીજીના ગુજરાતને કલંકિત કરવાનું કામ ન કરે એવી ગુજરાત સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ.
ગઈકાલે કોંગ્રેસનાં રાજ્યસભાનાં સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તસિંહ ગોહિલે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાછલા બારણે દારૂબંધી દૂર કરવાનો નિર્ણય છે. આ નિર્ણય ઘાતક અને દુઃખદ છે. ગુજરાતમાં દારૂબંધી છે તો સલામતી છે.
ગાંધીનગ ગિફ્ટ સિટીમાં ડાઇન અને વાઇન પરમિટ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલએ જણાવ્યું કે, ભાજપની સરકારે નિંદનીય નિર્ણય લીધો છે અને હોટેલ અને રેસ્ટોરન્ટમાં દારુની પરમીટી આપી છે. દારુ બંધી નશા નિવારણ ખાતામાં બદલાવનો સંકેત આપ્યો છે. વધુમાં કહ્યું કે, આ પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદારની ભૂમી છે. નશાની છૂટ છાટથી વિદેશી કંપનીઓ આવી પહોચશે તે વાત તદ્દન ખોટી છે. ગુજરાતી અને ગજરાતની ભૂમી આ ક્યારેય સ્વીકારશે નહી. છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકારમાં શેરીએ શેરીએ દારુ મળતુ થયુ છે. વધુમાં કહ્યું કે, ગુજરાતની જનતા શાંતીપ્રિય જનતા છે