અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો થશે પ્રારંભ
અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલ શરુ થવા જઇ રહ્યો છે. 25થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલમાં અલગ અલગ ભવ્ય કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. આ વખતે વસુધૈવ કુટુમ્બકમ-એક ધરતી એક પરિવારની થીમ પર કાર્નિવલ યોજવામાં આવ્યો છે. હાલમાં બાળકોનું ક્રિસમસનું વેકેશન ચાલી રહ્યુ છે, ત્યારે આ કાર્યક્રમો બાળકોને મજા અપાવશે. બાળકો અને મોટાઓ માટે અહીં સ્પેશિયલ સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યા છે.કાંકરિયા કાર્નિવલમાં 3 ભવ્ય સ્ટેજ બનાવાશે. જેના પર ગરબા, ઘુમ્મર, ભાંગડા, બિહૂ, લાવણી અને કથલકી સહિતના કાર્યક્રમ યોજાશે. સાથે જ લોક ડાયરો, બોલીવુડ ફ્યુઝન, દિવ્યાંગ બાળકોનાં ગીત અને શાળાના બાળકોના ડાંસ પર્ફોમન્સ પણ રજૂ કરશે. વિકસિત ભારતની થીમ પર કરાશે લેસર શોનું પણ આયોજન કરવામાં આવશે. આ વર્ષે ધનુષ થીમ આધારિત પ્રવેશ દ્વાર અને ચંદ્રયાન-3ની થીમ આધારિત સેલ્ફી પૉઈન્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે.