કોરોનાના નવા 12 કેસ સાથે ગુજરાત દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં 5 ક્રમે
ગુજરાત રાજ્યમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ફરી એકવાર કોરોના ઘાતક ધીરે ધીરે બની રહ્યો છે જેને લઇ તંત્ર પણ એલર્ટ મોડમાં કામ કરી રહ્યું છે મળેલી જાણકારી મુજબ, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 12 નવા કેસ નોંધાયા છે. જેની સાથે જ કોરોના એક્ટિવ કેસમાં દેશમાં ગુજરાત પાંચમાં ક્રમે પહોંચ્યું છે.
જેના કારણે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ટ્રેસિંગ અને ટેસ્ટિંગની પ્રક્રિયા વધારી દીધી છે. છેલ્લા થોડાં દિવસોથી સતત કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદમાં રાજ્યના સૌથી વધુ કેસ નોંધાય રહ્યા છે. ગુરૂવારે અમદાવાદ શહેરમાં કોરોનાના 10 કેસ નોંધાયા હતા. જેમાં પાંચ મહિલા અને પાંચ પુરૂષ દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા.
જે પછી શુક્રવારે વધુ 8 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરોમાં પણ ટેસ્ટિંગની પ્રક્રિયા વધારવામાં આવી રહી છે. તેમજ હાલ દેશમાં કોરોના એક્ટિવ કેસમાં ગુજરાત પાંચમા ક્રમે છે.