રાષ્ટ્રીય

ભારતમાં કેન્સરની પહેલી સીરપ તૈયાર

ભારતના વૈજ્ઞાનિકોએ કેન્સર દર્દીઓ માટે પ્રથમ સીરપ તૈયાર કરવામાં સફળતા મેળવી લીધી છે. તેનું નામ પ્રીવેલ રખાયું છે. શું આ કફ સીરપ બની જવાથી અત્યંત પીડાદાયક કીમોથેરેપીથી મુક્તિ મળી જશે? એ એક મોટો સવાલ છે.  ટાટા મેમોરિયલ હોસ્પિટલ એન્ડ એડવાન્સ્ડ સેન્ટર ફોર ટ્રેનિંગ રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઈન કેન્સરએ કેન્સર દર્દીઓની સારવાર માટે ભારતની આ પહેલી સીરપ (ઓરલ સસ્પેન્શન) તૈયાર કરવામાં સફળતા મેળવી હતી. કીમોથેરેપીમાં વપરાતી આ દવા (6- મર્કેપ્ટોપ્યૂરિન કે પછી 6-MP) નું નામ પ્રીવેલ રખાયું છે.  ACTRECના ડૉક્ટરોએ બેંગ્લુરુની IDRS લેબ્સના સહયોગથી આ દવા તૈયાર કરી હતી. બ્લડ કેન્સરના દર્દીઓ માટે આ દવા ક્રાંતિ લાવી શકે છે. ખાસ કરીને બાળકોની કેન્સરની સારવારમાં પરંપરાગત ટેબલેટ માટે આ અસરદાર વિકલ્પ બની શકે છે.  મર્કેપ્ટોપ્યૂરિનનો ઉપયોગ તમામ પ્રકારના કેન્સરની સારવારમાં થાય છે. આ એન્ટીમેટાબોલાઈટ્સ નામની દવાઓના વર્ગ સાથે સંકળાયેલો છે જે કેન્સરના કોષોને વધતાં અટકાવે છે. ટાટા મેમોરિયલ હોસ્પિટલના ચાઈલ્ડ મેડિકલ ઓન્કોલોજી વિભાગના પ્રમુખ ડૉ. ગિરીશ ચિન્નાસ્વામીએ કહ્યું કે પ્રીવેલનું લોન્ચિંગ એક મોટી પ્રગતિ છે જે બાળકો માટે વધુ અનુકૂળ રહેશે. હાલમાં બાળકોને ટેબલેટ આપવામાં આવતી હતી. પ્રીવેલને દવા નિયામક CDSCO દ્વારા માન્યતા મળી ગઇ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x