દેશને મળી નવી 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેન, પીએમ મોદીએ બતાવી લીલીઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રામનગરી અયોધ્યા પહોંચી ગયા છે અને તેમણે રોડ શો કર્યા બાદ દેશના જુદા જુદા સ્ટેશનોથી સંચાલિત થનાર 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી રવાના કરી હતી, આ પહેલા તેમણે નવનિર્મિત અયોધ્યા ધામ રેલવે જંકશનનું ઉદ્ઘાટન કર્યું હતું. અને હવે તે મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને લગભગ 16 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત પહોળા અને બ્યુટિફાઇડ રસ્તાઓ રામપથ, ભક્તિપથ, ધરમપથ અને શ્રી રામ જન્મભૂમિ પથનું ઉદ્ઘાટન કરશે. પીએમ અયોધ્યામાં રોડ શો માટે એરપોર્ટથી રેલ્વે સ્ટેશન, રામ પથ માર્ગ સુધી કુલ 40 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા હતા અને 1400થી વધુ કલાકારો લોક કલા અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.