ગાંધીનગર

માધવગઢ ગામ બન્યું રામમય: મંદિરો અને જાહેર સ્થળોની સફાઈ કરી શ્રમદાન કરતા યુવાનો

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહત્સવને લઈ આખો દેશ રામમય બન્યો છે. સફાઈ, કળશ યાત્રા, શ્રમદાન થકી લોકો ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે જેના ઉપલક્ષમાં ગાંધીનગર જિલ્લાના માધવગઢ ગામના યુવાનોએ ગામના મંદિરો, ગામની જાહેર જગ્યાઓની સફાઈની કામગીરી હાથ ધરી હતી. માધવગઢ ગામના યુવાનોએ શ્રમદાન થકી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી. દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ગામે ગામ રામ ભગવાનના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

હાલમાં જ પીએમ મોદીએ એક સભાને સંબોધિત કરતા દેશવાસીઓને આગ્રહ કર્યો હતો કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દેશના તમામ મંદિરો, તીર્થ ક્ષેત્રોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવમાં આવે, જેમાં યુવાઓ શ્રમદાન કરેં. આમ, પ્રધામંત્રી મોદીએ કરેલા આહવાન ને લઈ માધવગઢ ગામના યુવાનોએ ગામના મંદિરો, જાહેર જગ્યાઓ પર સફાઈ કાર્યક્રમ હાથ ધરી મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું.

માધવગઢ ગામના ગ્રામજનો દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ ગામમાં શોભાયાત્રા, ભંજન અને રાત્રે સમસ્ત ગામનો ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બાદમાં પ્રોજેક્ટર દ્વારા અયોધ્યા લાઈવ દર્શનનું રહીશો દ્વારા આયોજન કરવામાં આવેલ છે. આ વિશેષ આયોજનને લઈ ગામના કિરણભાઈ વાળંદ, જયેન્દ્રસિંહ, મહેશભાઈ, હુકમ, વિશાળ, મુકેશભાઈ, અરવિંદભાઈ, ભીખાભાઈ સહિત ગામના ઉત્સાહિત યુવાનો જોરશોરથી તૈયારીમાં જોડાયા છે અને આખું માધવગઢ ગામ રામમય બન્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x