ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસ વિભાગના રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વકતૃત્વ સ્પર્ધામાં યોજાઈ
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખાના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા વિકસિત ભારત 2047 અંતર્ગત સેવ કલ્ચર સેવા ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય તે વિષયો પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કુલ 17 વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
વિષયોમાં મિશન સ્વચ્છ ભારત સાયબર ભારત, ચારિત્ર્ય નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ, શીલ સંસ્કૃતિ અને સદાચાર રક્ષા, વર્તમાન સમયની અનિવાર્યતા મુલ્ય શિક્ષણ, ભારતીય સંસ્કૃતિની ભવ્યતા વગેરે વિષયો પર વિવિધ ઉદાહરણ સહિત સ્પર્ધા યોજાઇ હતી. તેમાં નિર્ણાયક તરીકેની ભૂમિકા ડૉ.રાજેન્દ્ર જોષી અને ડૉ.વિક્રમસિંહ અમરાવત એ નિભાવી હતી. આ સ્પર્ધામાં ડીન શ્રી ડૉ કનૈયાલાલ નાયકે તમામ ભાગ લીધેલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
ડૉ.મુંજાલભાઈ ભિંદડાડકર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન પ્રોગ્રામ ઓફિસર ડૉ. મોતીભાઈ દેવું દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં પ્રથમ નંબરે રોહિતકુમાર ભરતભાઈ દંતાણી પ્રાપ્ત કર્યું હતું. દ્વિતીય નંબરે અજય ભુરીયા, પ્રાંશુ ત્રિપાઠી, કિંજલ નોહગા, રવિના ચરમટા, પ્રજ્ઞેશ ચૌધરીએ પ્રાપ્ત કર્યો હતો. તૃતીય નંબર નરસિહ દેસાઈ અને માવજી રબારી એ પ્રાપ્ત કર્યો હતો.