રાષ્ટ્રીય

કર્ણાટકમાં લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા બાદ સ્થાનિક સ્વરાજ્યમાં ભાજપના સુપડા સાફ, બેલેટ પેપરથી મતદાન થયું તો કોંગ્રેસ જીતી ગઈ.

કર્ણાટક :

લોકસભા ચૂંટણીમાં કરારી હાર બાદ હવે કોંગ્રેસ માટે એક ખુશીની ખબર આવી છે. દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટકમાં કોંગ્રેસ જેડીએસની ગઠબંધન સરકાર છે. પણ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને આ જગ્યાએ પણ હારનો સામનો કરવો પડ્યો. રાજ્યની 28 સીટોમાંથી કોંગ્રેસના ખાતામાં માત્ર એક સીટ ગઈ હતી. તો બીજેપીને 25 સીટો મળી હતી. અને એક સીટ અપક્ષે જીતી હતી. એટલે કે વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં કોંગ્રેસે જીત મેળવવા માટે જેડીએસ સાથે ગઠબંધન કર્યું હતું ત્યાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સહિત કર્ણાટકની સ્થાનિક પાર્ટીઓના પણ સૂપડા સાફ થઈ ગયા હતા. આ વચ્ચે કોંગ્રેસ માટે હવે દિલને રાહત આપતા સમાચાર આવ્યા છે.

હાલમાં જ શહેરની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી અને સફળ પાર્ટી બનીને ઉભરી. 20 જિલ્લાઓની 1221 સીટો પર 29 મેના રોજ ચૂંટણી યોજાય. કોંગ્રેસે 509 સીટો પર જીત હાંસિલ કરી. બીજેપીએ 366 અને જેડીએસે 160 સીટો પર જીત મેળવી. તો અપક્ષના ખાતામાં 160 સીટો પડી. અન્ય પાર્ટીઓની વાત કરવામાં આવે તો સીપીઆઈ (એમ)ને બે અને બીએસપીના ખાતામાં ત્રણ સીટો ગઈ. પરિણામે અહીં ભાજપ બીજા નંબરની પાર્ટી બનીને ઉભરી.

કોંગ્રેસ અને જેડીએસે લોકસભા ચૂંટણી ગઠબંધન કરી અને લડી હતી. પણ સ્થાનિક ચૂંટણીમાં બંને પાર્ટી પોત પોતાના રસ્તે અલગ અલગ થઈને લડી. સાત નગર પરિષદોની, 30 નગર પાલિકાની, 714 વોર્ડ અને 19 નગર પંચાયતોના 290 વોર્ડ પર ચૂંટણી હતી.

રાજ્યના કુલ 22 જિલ્લામાં 63 નગર નિકાયની 1,361 સીટો છે. જેમાંથી 20 જિલ્લાની, 56 નગર પાલિકામાં 1221 સીટો પર ચૂંટણી યોજાઈ હતી. પરિસીમન અને આરક્ષણને લઈને બે જિલ્લામાં ચૂંટણી ન થઈ શકી. હવે કોંગ્રેસ જ્યારે જીત મેળવી ચૂકી છે ત્યારે નેતાઓના નિવેદનો પણ સામે આવી રહ્યા છે. આ જીતના ઉત્સાહમાં કર્ણાટક કોંગ્રેસના દિનેશ ગુંડુ રાવે સવાલ કર્યો હતો કે, લોકસભા ચૂંટણીમાં આટલું સારું પ્રદર્શન કર્યા બાદ પણ ભાજપ કેવી રીતે હારી ગઈ ? તેમણે આ અંગેનું ટ્વીટ કર્યું હતું અને ભાજપ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે Karnataka Urban Local Bodies Elections માં 1221માંથી 509 સીટો જીતી એટલે કે 42 ટકા સીટો પર જીત હાંસિલ કરી.

સ્થાનિક ચૂંટણીમાં બેલેટ પેપર દ્રારા મતદાન કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે જીત બાદ ઈવીએમને લઈને સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે આ અંગે કહ્યું હતું કે, ફરીથી સવાલ ! કર્ણાટકમાં બેલેટ પેપર દ્રારા ચૂંટણી થઈ જેમાં કોંગ્રેસની જીત થઈ છે.

આ ચૂંટણી બાદ કોંગ્રેસ ભલે ઈવીએમને લઈને વારંવાર હુમલો કરતી હોય. પણ ચૂંટણી આયોગ સાફ કહી ચૂક્યું છે કે ઈવીએમમાં કોઈ પણ પ્રકારની ગડબડી નથી. ચૂંટણી બાદ ઈવીએમ અને વીવીપીએટને મળીને થયેલ મત ગણતરીમાં પણ બરાબર આંકડાઓ આવ્યા હતા. ઉપરથી કોંગ્રેસની આ ચૂંટણી એવા સમયે થઈ હતી જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામો પણ બહાર આવ્યા નહોતા. છતાં કર્ણાટકની સત્તારૂઢ પાર્ટી કોંગ્રેસ માટે તો આ સારા સમાચાર જ કહી શકાય.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x