રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ: ગુજરાતમાં 5,000 કરોડનો વેપાર થવાનું અનુમાન
આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાની હોવાથી દેશભરમાં વ્યાપારી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. લોકોમાં જબરદસ્ત ઉત્સાહ અને વિવિધ રાજ્યોના 30 શહેરોના વેપાર સંગઠનો તરફ્થી મળેલા પ્રતિસાદ મુજબ કન્ફેડરેશન ઓફ્ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના (CAIT) મતે સામાનની ખરીદી અને ઈવેન્ટ્સ વગેરે માટે વિવિધ સેવાઓના કારણે ગુજરાતમાં અંદાજે રૂ. 5,000 કરોડનો વેપાર થવાનું અનુમાન છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને અનુસંધાને દેશભરમાં સરઘસો, રામ ચોકી, રેલી, રામ પદયાત્રા, સ્કૂટર તેમજ કાર રેલી અને શ્રીરામ એસેમ્બલીઓનો સમાવેશ થાય છે. બજારોમાં રામના ધ્વજ, બેનરો, કેપ્સ, ટી-શર્ટ્સ અને રામ મંદિરના ફેટો દર્શાવતા પ્રિન્ટેડ કુર્તાઓની ઊંચી માંગ જોવા મળી રહી છે.
આ સાથે જ રામ મંદિરના મોડલની માંગમાં પણ ઝડપથી વધારો જોવા મળ્યો છે, અને એવી અપેક્ષા છે કે દેશભરમાં 5 કરોડથી વધુ મોડલ વેચાશે જેના માટે નાના ઉત્પાદન એકમો વિવિધ રાજ્યોના ઘણા શહેરોમાં દિવસ-રાત કામ કરી રહ્યા છે.