ahemdabad

રામોલ હાથીજણ વોર્ડના ભાજપના સંગઠન મંત્રી પર 6 શખ્સોએ કર્યો હુમલો

રામોલ હાથીજણ વોર્ડના ભાજપના સંગઠન મંત્રી અમરજીતસિંહ રાજપૂત પર 6 શખ્સોએ મળીને છરાથી હુમલો કર્યો હતો. લાઉડ સ્પિકર વગાડવાને લઇને આ અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા અમરજીતસિંહ રાજપૂતને સારવાર માટે એલજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

રામોલ પોલીસે આ ઘટનામાં આ 6 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદી અમરજીતસિંહ રાજપૂતે પોલીસને આપેલા નિવેદન મુજબ સોસાયટીમા નવું બંધાવેલ મંદિરથી આરોપીઓ મનમાં વેરભાવના રાખી અગાઉથી પ્લાનીંગ કરીને ચપ્પુના બે ધા માર્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આખી સોસાયટીને બાનમાં લીધી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x