રાષ્ટ્રીય

દક્ષિણના અભિનેતા કમ રાજકારણી સુરેશ ગોપીની પુત્રીના લગ્નમાં વડાપ્રધાન મોદી હાજર રહ્યા

દક્ષિણના અભિનેતા કમ રાજકારણી સુરેશ ગોપીની પુત્રીના લગ્નમાં વડાપ્રધાન મોદીની હાજરીએ ચાર ચાંદ લગાવી દીધા હતા. અભિનેતાએ ૧૭મી જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર તેમની પુત્રી ભાગ્યાના લગ્નના કેટલાક વિડીયો શેર કર્યા છે. આ લગ્ન કેરળમાં થયા હતા અને તેમા પીએમ મોદી સામેલ થયા હતા. તેમણે આ ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે ગુરુવાયુર મંદિરમાં મારી પુત્રીના લગ્ન થયા છે. વડાપ્રધાને તેમને આશીર્વાદ આપ્યા હતા. મારા માટે આ સૌભાગ્યની વાત રહી હતી. તમે બધા શ્રેયસ અને ભાગ્યાને જરુર આશીર્વાદ આપો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x