શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાં જ સતત બીજા દિવસે સેન્સેક્સ અને નિફ્ટી ગબડ્યા
શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાં જ સતત બીજા દિવસે હાહાકારની સ્થિતિ જોવા મળી. બુધવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા કડાક બાદ આજે એટલે કે ગુરુવારે પણ જાણે મંદડિયાઓનો કબજો રહ્યો હોય તેમ સેન્સેક્સ અને નિફ્ટી ગબડ્યા હતા. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં ફરી કડાકાની સ્થિતિ જોવા મળી. એચડીએફસી બેંકના શેરમાં પણ ઘટાડાનો દોર યથાવત્ રહ્યો છે. બેન્કિંગ શેરો પણ દબાણ હેઠળ છે. શેરબજાર ખુલ્યાની થોડીક જ મિનિટોમાં સેન્સેક્સ 518 પોઈન્ટ ગગડીને 70982ની સપાટીએ પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી 21406ના સ્તરે ખુલ્યો હતો. નિફ્ટીમાં 157 પોઈન્ટનો કડાકો બોલાયો હતો. HDFC સહિત બેન્કિંગ ક્ષેત્રના મોટાભાગના શેર ફરી વખત લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે.