ગુજરાત

વડોદરા હોડી દુર્ઘટના: મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, શિક્ષણ મંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં કુલ 12 વિદ્યાર્થી અને બે શિક્ષક સહિત કુલ 14 લોકોના મોત થયાના અહેવાલ છે.

વડોદરામાં હોડી ડૂબવાની ઘટનાનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હાલ ત્યાં જવાના રવાના થયા છે.

આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘X’ પર સંવેદના વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે ‘વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.

હરણી તળાવની દુર્ઘટના વિશે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, ‘વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત દુઃખદ છે. પરમકૃપાળુ પરમાત્મા તેઓના પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.’

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x