શંકરાચાર્યના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિરોધ મામલે મુખ્યમંત્રી યોગીનું નિવેદન આવ્યું સામે
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. સમારોહની તૈયારી ધામધૂમથી ચાલી રહી છે. ગુરૂવારે સાંજે સંપૂર્ણ વિધિસર શ્રીરામલલાના વિગ્રહને નવનિર્મિત ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન કરી દેવાયા. બીજી તરફ શંકરાચાર્યોએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું બોયકોટ શરૂ કરી દીધુ છે. જે મુદ્દે સીએમ યોગી આદિત્યનાથે જવાબ આપ્યો છે. સીએમ યોગીએ કહ્યુ, ટ્રસ્ટ તરફથી દરેક ધર્માચાર્ય અને દરેક આચાર્યને સમારોહનું આમંત્રણ મોકલવામાં આવ્યુ છે.
આ પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર છે કોઈના માન કે અપમાનનો નથી. હું સામાન્ય નાગરિક કે દેશના મોટા ધર્માચાર્ય, કોઈ પણ પ્રભુ રામથી મોટો નથી. આપણે ભગવાન રામ પર આશ્રિત છીએ. રામ આપણા પર આશ્રિત નથી. મહત્વનું છે કે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ અને ઉત્તરામ્નાય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સમારોહનો વિરોધ કર્યો છે.