આંતરરાષ્ટ્રીય

ચીનની એક સ્કૂલ હોસ્ટેલમાં મોટી દુર્ઘટના: 13 લોકોના મોત

ચીનમાં એક સ્કૂલ હોસ્ટેલમાં મોટી દુર્ઘટના બની છે જેમાં ચીનના હેનાન પ્રાંતમાં એક શાળાના હોસ્ટેલમાં ભયાનક આગ લાગી હતી. આ દુર્ઘટનામાં જેમાં 13 લોકોના મોત થયા છે. આ ઘટના મધ્ય ચીનમાં હેનાન પ્રાંતના યાનશાનપુ ગામમાં બની હતી. શુક્રવારે રાત્રે આગ લાગવાની ઘટના બની હતી અને ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ દુર્ઘટના મામલે નાન્યાંગ શહેરની નજીક સ્થિત સ્કૂલ સંચાલકની અટકાયત કરવામાં આવી છે અને આ દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટનામાં કુલ 13 લોકોના મોત થયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x