અફઘાનિસ્તાનમાં ભારતીય વિમાન ક્રેશ મામલે ઉડ્ડયન મંત્રાલયનું નિવેદન આવ્યું સામે
અફઘાનિસ્તાનથી એક મોટા અહેવાલ સામે આવી રહ્યા છે, જેમાં એક વિમાન ક્રેશ થયું છે. અફ્ઘાન મીડિયાના અહેવાલ અનુસાર આ વિમાન ગઈકાલે રાતે રડારથી ગુમ થઈને તેના મૂળ માર્ગથી ભટકી ગયું હતું. આ વિમાન ઝિબાલ જિલ્લાના બદખ્શાં પ્રાંતમાં પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું હતું. પહેલા આ વિમાન ભારતીય હેવાના અહેવાલ મળી રહ્યા હતા, જો કે ભારતીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરીને કહ્યું હતું કે આ પ્લેન ભારતીય નથી. અફઘાનિસ્તાનમાં ભારતીય વિમાન ક્રેશ થયાના અહેવાલો આવ્યા હતા જે ખોટા હતા. ભારતીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, ‘અફઘાનિસ્તાનમાં હમણાં જ જે દુર્ભાગ્યપૂર્ણ પ્લેન ક્રેશ થયું છે તે ન તો ભારતીય એરક્રાફ્ટ છે કે ન તો નોન-શિડ્યુલ્ડ (NSOP)/ચાર્ટર એરક્રાફ્ટ છે. આ મોરોક્કન રજિસ્ટર્ડ ચાર્ટર પ્લેન છે. આ અંગેની વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. અગાઉ અફઘાન મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે આ વિમાન ભારતીય છે.