ISROએ શેર કર્યો અયોધ્યા રામ મંદિરનો સેટેલાઈટ વ્યૂ
અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ અંતરિક્ષમાંથી ભવ્ય રામ મંદિરની ઝલક બતાવી છે. ઈસરોએ પોતાના સ્વદેશી સેટેલાઈટની મદદથી આ તસવીરો લીધી છે. ઈન્ડિયન રિમોટ સેન્સિંગ સીરિઝ સેટેલાઈટ દ્વારા લેવામાં આવેલી આ તસવીરોમાં 2.7 એકરમાં ફેલાયેલા ભવ્ય રામ મંદિરને જોઈ શકાય છે. અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરની આ તસવીરો 2023માં 16 ડિસેમ્બરે લેવામાં આવી હતી, જો કે ત્યારથી અયોધ્યામાં ગાઢ ધુમ્મસને કારણે સ્પષ્ટ તસવીરો લેવી મુશ્કેલ બની ગઈ હતી. આ સેટેલાઇટ તસવીરોમાં દશરથ મહેલ અને સરયૂ નદી સ્પષ્ટપણે જોઈ શકાય છે તેમજ અયોધ્યાનું રેલવે સ્ટેશન પણ દેખાઈ રહ્યું છે.