ગુજરાતધર્મ દર્શનરાષ્ટ્રીય

રામ મંદિર મહોત્સવ: દેશમાં રેલી, ભજનના આયોજનથી દિવાળી જેવો માહોલ

ભગવાન રામના દ્વાર ખોલવામાં આવ્યા છે. થોડા કલાકો પછી અભિષેકનો કાર્યક્રમ શરૂ થશે. 1 વાગ્યા સુધીમાં અભિષેક પૂર્ણ થશે અને ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને દર્શન થશે. મંગળવારથી સામાન્ય લોકો રામલલાના દર્શન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે.

પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે 8000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે અયોધ્યામાં શ્રી રામલલાની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. ધર્મનગરી પણ આ ખાસ પળને તહેવાર તરીકે ઉજવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમજ આ વિશેષ અવસરે આજે સાંજે 10 લાખથી વધુ દીવાઓ પ્રગટાવીને દીપોત્સવની ઉજવણી કરવામાં આવશે.

આજે યોજાનારી શ્રી રામલલાની મૂર્તિના અભિષેક માટે છેલ્લા 3 સપ્તાહથી તૈયારીઓ ચાલી રહી હતી જે પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાજરી આપનાર વીવીઆઈપી પણ અયોધ્યા શહેરમાં પહોંચવા લાગ્યા છે. તેમજ સમગ્ર અયોધ્યા શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લગભગ 14000 યુપી પોલીસ કર્મચારીઓ તૈનાત છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x