ahemdabadગાંધીનગરગુજરાત

અયોધ્યા રામ મંદિર મહોત્સવને લઈ ગુજરાત પોલીસની સોશિયલ મીડિયા પર બાજ નજર

ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અનુસંધાનમાં ગુજરાતના તમામ શહેરોમાં હજારોની સંખ્યામાં શોભાયાત્રાથી માંડીને આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રવિવારે ખેરાલું શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એલર્ટ બની છે,

અને આજે કાયદો- વ્યવસ્થા ન ખોરવાઈ તે માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તમામ જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરને વિશેષ આયોજન કરવા માટે સુચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો પોલીસ કંટ્રોલ રૂમમાં ઉચ્ચ અધિકારીના સુપરવિઝનમાં સતત સીસીટીવી નેટવર્કથી નજર રાખવામાં આવશે.

અમદાવાદના તમામ પોલીસ મથકોના સ્ટાફને તેમના વિસ્તારમાં વોચ રાખવા માટે તેમજ સંવેદનશીલ વિસ્તારમાં વોચ રાખવા માટે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં એસઆરપીની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. અમદાવાદમાં મોટાભાગના સ્થળોએ શોભાયાત્રાનું આયોજન કરાયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x