ભારતને UNSCમાં સ્થાયી સભ્યપદ મળવું જોઇએ: એલન મસ્ક
અમેરિકન અબજોપતિ એલન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું છે. તેણે X પર લખ્યું, ‘કેટલાક સમયે UN સંસ્થાઓમાં સુધારાની જરૂર છે. સમસ્યા એ છે કે જે દેશો પાસે વધુ શક્તિ છે તેઓ તેને છોડવા તૈયાર નથી. સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં ભારતને સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક ન મળે તે વાહિયાત છે.
આ સાથે જ એમ પણ કહ્યું કે આફ્રિકાને પણ સામૂહિક રીતે કાયમી બેઠક મળવી જોઈએ. એલોન મસ્કે આ ટિપ્પણી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ દ્વારા 21 જાન્યુઆરીના રોજ એક ટ્વિટ પર કરી હતી. ગુટેરેસે ટ્વિટર પર લખ્યું, ‘આપણે કેવી રીતે સ્વીકારી શકીએ કે આફ્રિકા પાસે હજુ પણ સુરક્ષા પરિષદમાં એક પણ કાયમી સભ્ય નથી?
સંસ્થાઓએ આજની દુનિયાને પ્રતિબિંબિત કરવી જોઈએ, ન કે 80 વર્ષ પહેલાની દુનિયાને. સપ્ટેમ્બરમાં યોજાયેલ સમિટ વૈશ્વિક ગવર્નન્સ રિફોર્મ્સ પર વિચારણા અને વિશ્વાસ પુનઃનિર્માણ કરવાની તક હશે.