ગુજરાત રાજ્યની સરકારી સ્કૂલોમાંથી 4300 પ્રવાસી શિક્ષકોને આજથી છૂટા કરવામાં આવશે
શિક્ષણ જગત અને રાજ્યની સરકારી સ્કૂલોમાં ભણાવતા ગુજરાતના શિક્ષકો માટે આ સમાચાર ખુબ જ મહત્ત્વના બની રહેશે. કારણકે, ગુજરાત સરકારે શિક્ષણ વિભાગ અંતર્ગત ખુબ મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં જ્ઞાન સહાયકોની ભરતી થઈ જતા પ્રવાસી શિક્ષક આજથી છૂટા કરવાનો નિર્ણય લેવાયો છે. જેને પગલે ગુજરાત રાજ્યની સરકારી સ્કૂલોમાંથી 4300 પ્રવાસી શિક્ષકોને આજથી છૂટા કરવામાં આવશે. રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોના બદલે જ્ઞાન સહાયક શિક્ષકોની નીતિ લાવીને ભરતી હાથ ધરવાનું સરકારે નક્કી કર્યું હતું, જેના પરિણામે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલના આશરે 4300 પ્રવાસી શિક્ષકોને 23 જાન્યુઆરીથી છૂટા કરવાનો રાજ્યના શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. જોકે મોટા ભાગના પ્રવાસી શિક્ષકો જ્ઞાન સહાયક તરીકે પસંદ કરાયા છે.