અહમદપુર પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક દિનની ભવ્ય ઊજવણી કરાઈ
આજરોજ અહમદપુર પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઊજવણી કરવામાં આવી. જેમાં ગામની સૌથી વધુ ભણેલ દિકરી ભક્તિબેન અશોકકુમાર પટેલ દ્વાર ધ્વજવંદન કરાવવામાં આવ્યું. આ પ્રસંગે આ વર્ષે જન્મ થયેલ દિકરીઓના માતા-પિતાનું સન્માન કરવામાં આવ્યું. આ બાલિકાઓને સરપંચ રાજીબેન અશોકસિંહ દ્વારા વોકર ભેટ આપવામાં આવ્યા હતા.
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રસંગે અભિનયગીત, દેશભક્તિ ગીત, નાટક, એક પાત્રિય અભિનય, ગીતાશ્લોક, ફની ડાન્સ જેવા કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજના પ્રજાસત્તાક દિને ધર્મજ ફાઉન્ડેશન દ્વારા શાળાના વિદ્યાર્થીઓને લેખન પેડ ભેટ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શાળાના છઠ્ઠા વાર્ષિક અંક “મુસ્કાન”નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષિકા બેન પારૂલબેન પટેલ દ્વારા કલાત્મક ઘડીયાર શાળાને ભેટ આપવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા આર્થિક સહયોગ પણ આપવામાં આવ્યો હતો.