75મો ગણતંત્ર દિવસ: વિવિધ ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ
આજે 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. હંમેશની જેમ, બધાની નજર વાર્ષિક ગણતંત્ર દિવસ પરેડ પર છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કર્તવ્ય પથ પર ભારતની લશ્કરી શક્તિ અને સાંસ્કૃતિક વિવિધતા દર્શાવવામાં આવી રહી છે. આ વર્ષની પરેડના મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને કરેક્શનલ સર્વિસના કુલ 1,132 જવાનોને વીરતા અને સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. આ વખતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી મહિલા કેન્દ્રિત છે અને થીમ છે ભારતની લોકશાહી અને વિકસિત રાષ્ટ્ર બનવાનો સંકલ્પ.