ગાંધીનગરમનોરંજનરાષ્ટ્રીય

ફિલ્મફેર એવોર્ડને લઈ ગાંધીનગરમાં બોલીવુડ સ્ટાર્સનો જમાવડો

આજથી બે દિવસ માટે ગાંધીનગર ખાતે ફિલ્મફેર એવોર્ડસનું આયોજન કરવામાં આવ્યું છે. ગિફ્ટ સિટી ખાતે પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડસનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે એવોર્ડસ કાર્યક્રમને લઈ બોલિવુડ સ્ટાર ગાંધીનગર પોહોંચ્યા છે.  ફાલ્ગુની પાઠક, કરિશ્મા તન્ના ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે જ્યારે કરન જોહર, રનબીર કપૂર મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે પોહોંચશે.ફિલ્મફેર એવોર્ડમાં બોલિવુડ સ્ટાર માટે વિશેષ ભોજનની તૈયારી કરાઈ છે.

જેમને ભોજનમાં આંતરરાષ્ટ્રીય અને લોકલ વાનગીઓ પીરસાશે સાથો સાથ ગુજરાતની સુરતી ઘારી મિલેટસનો ટચ આપી બનાવાઈ છે.  મોહન થાળ, સ્પાઈસ એપ્રિકોટ ચોકલેટ, ગુલાબ પાક, સુખડી પણ તૈયારી કરાઈ છે.  ફિલ્મ સ્ટાર માટે લો કેલરી ફૂડ તૈયાર કરવામાં આવ્યો છે અને ફરસાણમાં રાગી ઢોકળા બનાવાયા છે. તો ઉંધીયુ, કઢી, બાજરીની ખીચડી પણ બનાવાઈ છે જ્યારે ગુજરાતી થાળીમાં ખીચડી કઢી ટીંડોળાનું શાક રવૈયાં બટાકાનું શાક પણ હશે.

ગાંધીનગરમાં ફિલ્મફેર એવોર્ડ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. બોલીવુડના ડાયરેક્ટર કરણ જોહર, આયુષ્માન ખુરાના અને મનીષ પોલ આ શો હોસ્ટ કરશે.  આજે 27 અને આવતીકાલે 28 જાન્યુઆરીના રોજ આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ફિલ્મફેર એવોર્ડ્સના 69 એડિશન માટે નોમિનેશન પણ અગાઉ જ જાહેર કરાઈ ચૂક્યાં છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x