સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી દ્વારા અમર જવાનોને શ્રદ્ધાંજલી સાથે ઐતિહાસિક ભવ્ય તિરંગાયાત્રાનું આયોજન કરાયું
સંસ્થા દ્વારા નાગરિકોમાં રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થાય, રાષ્ટ્રનાં પ્રતિકોનું મહત્વ સમજે, સ્વતંત્રતાનું મુલ્ય જાણે અને તેનું જતન કરે,તેમજ દેશપ્રેમ ઉજાગર કરે અને શહીદોની શહાદતને યાદ કરી ભારતીય સંસ્કૃતિનાં વરસાને ઉજાગર કરે તે માટે ઉતર ગુજરાતમાં પ્રથમ વખત ૨૧૫૧ ફૂટ લાંબા અને ૧૦ ફૂટ પહોળા તિરંગા સાથે ઐતિહાસિક ભવ્ય “તિરંગાયાત્રા” નું આયોજન કરવામાં આવ્યું. જેમાં સંસ્થાના ચેરમેનશ્રી વલ્લભભાઈ પટેલ, સર્વે મંત્રીશ્રીઓ અને પ્રિન્સીપાલશ્રીઓએ સંસ્થામાં અમર જવાનોને પુષ્પાંજલિ અર્પી ભવ્ય તિરંગાયાત્રાને તિરંગા ફુગ્ગા ખુલ્લા આકાશમાં વહન કરી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
કડી શહેરમાં પાંચ કિલોમીટરનાં વિસ્તારમાં ૧૫૦૦ થી પણ વધારે વિદ્યાર્થીઓ સાથે ૨૧૫૧ ફૂટ લાંબા તિરંગા સાથે ઐતિહાસિક ભવ્ય “તિરંગાયાત્રા” માં મહાત્મા ગાંધીજી સાથે રાષ્ટ્રનાં મહાનાયકો પણ જોડાશે. સમગ્ર રૂટ દરમ્યાન જુદી જુદી ૯૧ જેટલી શૈક્ષણિક, ધાર્મિક, રાજકીય, સામાજિક, વ્યાપારિક સંસ્થાઓ, એસોસિએશનો અને સોસાયટીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. નાગરિકો રાષ્ટ્ર ભક્તિ સાથે શહીદોની શહાદતને યાદ કરી કડી શહેર માટે “નાં ભૂતો નાં ભવિષ્ય” વિશાળ સંખ્યા અને વિશાળ તિરંગા સાથે તિરંગાયાત્રા નીકળી. કડી શહેરમાં ૨૧૫૧ ફૂટ લાંબા તિરંગા સાથે નીકળશે ત્યારે નાગરીકો ખુબ ઉત્સાહ અને આનંદથી તિરંગા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. હાથમાં તિરંગા સાથે યુવાનો તિરંગાના માનમાં સૂત્રોચ્ચાર કરતા સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિથી રંગાઈ ગયું. સંસ્થાની નાના બાળકોની ટોય ટ્રેન, ભારતમાતા સવારી અને સંસ્થાના ધ્વજ સાથે વિદ્યાર્થીઓ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું. દેશ ભકિતનાં ગીતો અને સામાજીક સંદેશો આપતા પોસ્ટરો સાથે લોક જાગૃતિ માટે ખુબ સુંદર પ્રયાસ કરવામાં આવ્યું.