ગાંધીનગર

કુડાસણ ખાતે સ્ટેપ અપ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન

આગામી ૧૧મી ફેબ્રુઆરી, રવિવારના રોજ સવારે ૮:૩૦ કલાકે કુડાસણ ખાતે મિલાપ ટાટારિઆ દ્વારા આયોજિત, ધ હેંગઆઉટ કાફે એન્ડ રેસ્ટો. પ્રસ્તુત તથા ટ્રીક ટુ ક્રિએટ અને દેવેમ એબેકસ ના સહયોગથી સ્ટેપ અપ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અલગ-અલગ રમતોમાં જેમકે… લોટ ફૂંક, લીંબુ ચમચી અને જલેબી રેસ જેવી અનેક સ્પર્ધાઓ યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ફોર્મ ભરીને, રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. સ્પર્ધામાં ૫ થી ૨૫ વર્ષ સુધીના ઉંમરના લોકો ભાગ લઇ શકશે.

ભાગ લેનાર દરેક સહભાગીઓને આયોજક દ્વારા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે તથા સ્પર્ધામાં પ્રથમ નંબર વિજેતાને સેવન ઇન વન ગેમ સેટ, દ્વિતીય નંબર વિજેતાને સ્ટ્રો ગ્લાસ અને તૃતીય નંબર વિજેતાને રાઇટિંગ પેડ આપીને સન્માનિત કરવામાં આવશે. સ્પર્ધામાં નિર્ણાયકોનો નિર્ણય આખરી રહેશે. ફક્ત ૩૦ સંખ્યા લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે ૮૧૬૦૦૬૫૬૨૭ પર સંપર્ક કરીને રજિસ્ટ્રેશન કરાવી નામ નોંધાવી લેવું તેમ આયોજક દ્વારા જણાવવામાં આવેલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x