ગાંધીનગર

લોકસભા ચૂંટણી ઇફેક્ટ: ગાંધીનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી બદલાયા, જાણો કોની થઈ નિમણુંક

ગાંધીનગર :

દેશમાં લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજયમાં સરકારી વિભાગોમાં તેની અસર જોવા મળી રહી છે. તાજેતરમાં કેટલાક IAS, GAS અધિકારીઓની બદલીઓ થઈ હતી. જે બાદ ગત મધ્યરાત્રીના વધુ 50 IAS અધિકારીઓની બદલીના ઓર્ડર થયા છે. જેમાં ગાંધીનગર જિલ્લાના કલેક્ટર એમ. કે. દવે અને જિલ્લા વિકાસ અધિકારી એસ. કે. મોદી ની નિમણુંક થઈ છે.

કોણ છે ગાંધીનગરના નવા કલેક્ટર

ગાંધીનગર જિલ્લામાં કલેકટર તરીકે એમ. કે. દવે ની નિમણુંક કરવામાં આવી છે. જેઓ અગાઉ અમદાવાદ ના ડી.ડી.ઓ. તરીકે કાર્યભાર સંભાળતા હતા.

કોણ છે ગાંધીનગરના નવા જિલ્લા વિકાસ અધિકારી

ગાંધીનગર જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે એસ. કે. મોદી ની નિમણુંક કરવામાં આવી છે. જેઓ અગાઉ અમદાવાદ ના રિજિયોનલ મ્યુનિ.કમિશનર તરીકે કાર્યભાર સંભાળતા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x