આજે મહાત્મા ગાંધીની 76મી પુણ્યતિથિ
આજે દેશને આઝાદ કરવામાં મુખ્ય ભજવનાર મહાત્મા ગાંધીની 76મી પુણ્યતિથિ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 30મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ ઉજવવામાં આવી રહી છે એટલે કે દેશ અને દુનિયાને અહિંસાના માર્ગે ચાલવાની શીખ આપનાર બાપુની આજે 76મી પુણ્યતિથિ છે.આઝાદી પછી, 30 જાન્યુઆરી, 1948 ના રોજ, નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી. આજનો દિવસ ઈતિહાસમાં એક કાળો અધ્યાય તરીકે પણ નોંધાયેલો છે. ગાંધીજીની હત્યા થઈ ત્યારથી, 30 જાન્યુઆરી શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
મહાત્મા ગાંધીના જીવન વિશે:
મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો.
મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા ગાંધી અથવા બાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે.
તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી અને માતાનું નામ પુતલીબાઈ હતું.
તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળના અગ્રણી નેતા હતા. ગાંધીજી તેમના અહિંસક આંદોલન માટે જાણીતા છે. ભારતની આઝાદીમાં ગાંધીજીએ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી.
રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા મહાત્મા ગાંધી, ભારતની આઝાદીની લડતમાં સૌથી અગ્રણી લડવૈયાઓમાંના એક હતા અને બ્રિટિશ રાજ સામેના તેમના અહિંસક અભિગમ માટે દરેક વ્યક્તિ દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી હતી.
તેમના શાંતિપૂર્ણ પ્રયાસો છતાં, બાપુની 78 વર્ષની વયે નવી દિલ્હીના બિરલા હાઉસ સંકુલમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નાથુરામ ગોડસે દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી, જેમણે ભારતના ભાગલા અંગે ગાંધીજીના વિચારોનો વિરોધ કર્યો હતો.