Paytm કંપની પર નવા કસ્ટમર જોડવા પર RBIએ લગાવ્યો પ્રતિબંધ
ઓનલાઈન પેમેન્ટ સર્વિસ ઉપલબ્ધ કરાવતી દિગ્ગજ કંપની Paytmને ભારતીય રિઝર્વ બેંક તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ડિજિટલ પેમેન્ટ અને ફાઈનાન્શિયલ સર્વિસ આપતી કંપની પર નવા કસ્ટમર જોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે કે હવે PPBLની સાથે કોઈ નવા ગ્રાહક નહીં જોડાઈ શકે. કેન્દ્રીય બેંકે કહ્યું કે, આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગૂ કરવામાં આવી રહ્યો છે.રિઝર્વ બેંક તરફથી Paytm Payment Bank પર લેવાયેલા આ એક્શનના સંબંધમાં કહેવામાં આવ્યું છે કે, એક ઓડિટ રિપોર્ટ અને બહારના ઓડિટર્સના રિપોર્ટ બાદ પેટીએમની બેન્કિંગ સર્વિસમાં ગેર પાલન અને મટિરિયલ સુપરવાઈઝરી ચિંતાઓ ઉજાગર થઈ છે. આ બધા વચ્ચે આ નિર્ણય લેવાયો છે અને આદેશ હેઠળ નવા ગ્રાહકોને જોડવા પર પ્રતિબંધની સાથે આગામી 29 ફેબ્રુઆરી 2024 બાદથી હાલના ગ્રાહકોના એકાઉન્ટ્સમાં પણ ટ્રાન્જેક્શન પર રોક લગાવી દેવાઈ છે.