રાજયમાં RTIના નામે તોડબાજી કરનાર સામે પગલા ભરવા મુખ્યમંત્રીનો આદેશ
ગુજરાતમાં આરટીઆઈના નામે થઈ રહેલા તોડકાંડમાં આખરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આકરુ વલણ લીધુ છે અને હાલમાં જ જે રીતે સુરતમાં આરટીઆઈ એકટીવીસ્ટ મહેન્દ્ર પટેલે મોટી તોડબાજી કરી હતી તેની સામે આકરી કાનુની કાર્યવાહીના આદેશ આપ્યા છે. આ ઉપરાંત તમામ મંત્રીઓને ખાસ સૂચના આપી છે કે તેમના વિભાગમાં આરટીઆઈના નામે જે તોડબાજી થાય છે તેને ડામવા માટે પગલા લે તેવા આદેશ આપ્યો છે. દેશમાં નાગરિકોને સરકારી નીતિઓની અને ન્યાયીની માહિતી મળી રહે તે માટે રાઈટ ટુ ઈન્ફર્મેશન એકટ લાવવામાં આવ્યો છે તેના કારણે સરકારમાં પારદર્શકતા જળવાઈ રહે તે પણ જોવામાં આવી રહ્યું છે. પરંતુ આરટીઆઈ એકટીવીસ્ટના નામે તંત્રમાં મોટી તોડબાજી થઈ રહી હોવાનું હાલમાં જ બહાર આવ્યું છે. સુરતમાં મહેન્દ્ર પટેલનો કિસ્સો છેક ગાંધીનગર સુધી ચમકયો છે અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેની ગંભીર નોંધ લેવા તમામ મંત્રીઓને આરટીઆઈ એકટીવીસ્ટના નામે તોડબાજી ન થાય તે જોવા સૂચના આપી છે.