રાષ્ટ્રીયવેપાર

આજે વચગાળાનું બજેટ રજૂ કરશે નાણામંત્રી નિર્મલા સીતારમણ

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર પાસે વચગાળાના બજેટ દ્વારા તમામ વર્ગોને ખુશ કરવાની છેલ્લી તક છે. આગામી થોડા કલાકોમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બજેટમાં કરદાતાઓ, ખેડૂતો, સરકારી કર્મચારીઓને આકર્ષવા તેમજ વિકાસની ગતિને વેગ આપવા માટે લોકપ્રિય જાહેરાતો કરવામાં આવશે.મોદી સરકારે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું, જે હજુ અધૂરું છે. આવી સ્થિતિમાં ખેડૂતોને રાહત આપવા માટે સરકાર પીએમ કિસાન યોજના હેઠળ વાર્ષિક આપવામાં આવતી રકમને 6000 રૂપિયાથી વધારીને 9000 રૂપિયા કરવાની જાહેરાત કરી શકે છે. મનરેગા યોજના કોરોનાના સમયગાળા દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી પૂરી પાડવા માટે સૌથી અસરકારક કાર્યક્રમ સાબિત થઇ હતી. માનવામાં આવે છે કે શહેરી વિસ્તારોમાં બેરોજગારીની સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર અર્બન મનરેગા જેવી યોજના શરૂ કરી શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x