રાષ્ટ્રીય

આ અંતરિમ બજેટ મોદી સરકારનું આખરી બજેટ બની રહેશે: થરૂર

થિરૂવનંથપુરમાંથી ચૂંટાયેલા કોંગ્રેસના સાંસદ ખ્યાતનામ અર્થશાસ્ત્રી તેવા શશી થરૂરે આજે પત્રકારોને કરેલા સંબોધનમાં, અંતરિમ- બજેટ તેમજ મોદી સરકાર ઉપર પ્રચંડ પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યું કે : આગામી લોકસભાની ચૂંટણીમાં રામ મંદિર મુદ્દો બની રહેશે તેમાં તો કોઈ શંકાને સ્થાન જ નથી. તે સાથે અબુધાબીમાં પણ રચાયેલા મંદિરનો મુદ્દો જોડાશે જ. પરંતુ સાચી વાત તો તે છે કે, સરકારો મંદિરો બાંધવા માટે ચૂંટાતી નથી, સરકારે સામાન્ય જનતાનાં જીવનમાં સુધારો કરવા માટે ચૂંટવામાં આવે છે. વિત્ત મંત્રી સીતારામને ગુરુવારે અંતરિમ બજેટ રજૂ કર્યું તે ઉપરથી સ્પષ્ટ બની જાય છે કે હવે લોકસભાની ચૂંટણીની જાહેરાત પણ ગમે તે ઘડીએ થઈ શકે તેમ છે. તેમ કહેતાં થરૂરે જણાવ્યું કે, ભાજપ તેમ માનીને ચાલે છે કે,

એક વાર ફરીથી તે સત્તા ઉપર આવશે, પરંતુ તે દાવો જ વ્યર્થ છે. પિકચર તો હજી બાકી છે. આ અંતરિમ બજેટ મોદી સરકારનું આખરી બજેટ બની રહેશે. વિત્ત મંત્રીએ જીડીપીનું અર્થઘટન બદલીને કહ્યું હતું કે, જીડીપી એટલે, ‘ગવર્નન્સ, ડેવલપમેન્ટ એન્ડ પરફોર્મન્સ’ તેવું થરૂરે તદ્દન વિરોધાભાસી અર્થઘટન કરતાં કહ્યું : ‘જીડીપી એટલે ‘ગર્વમેન્ટલ ઇંટ્રૂઝન એન્ડ ટેક્ષ ટેરરિઝમ’ (સરકારી ઘૂસપેઠ અને ટેક્ષ આતંકવાદ) ‘ડી’ એટલે ડેમોગ્રાફિક- વિટ્રેયલ (જન સાંખ્યાકીય વિશ્વાસઘાત) અને પી એટલે પોવર્ટી એન્ડ રાઇઝીંગ ઇન ઇકવોલિટી. (ગરીબી અને વધી રહેલી અસમાનતા). આ સાથે પત્રકારોને આપેલા ઇન્ટરવ્યુમાં તેઓએ બજેટને નિરાશાજનક કહ્યું સાથે ટીકા પણ કરી કે, વિત્ત મંત્રીનાં પ્રવચનમાં બેકારીનો તો કોઈ ઉલ્લેખ જ કરાયો નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x