રાષ્ટ્રીય

હવામાન વિભાગે હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા અને વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર

હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા અને વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે કાશ્મીરમાં હિમસ્ખલનની ચેતવણી જાહેર કરવામાં આવી છે. પહાડી વિસ્તારોમાં લાંબી પ્રતીક્ષા બાદ હિમવર્ષા થઈ રહી છે, પરંતુ તે હવે સામાન્ય જનજીવન માટે મુશ્કેલી સર્જી રહી છે. રવિવારે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું અને ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. એટલું જ નહીં વાહનોની અવરજવર માટે વિવિધ રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા. એક એજન્સીના જણાવ્યા અનુસાર હિમવર્ષાને કારણે શ્રીનગર એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે જમ્મુના રામબન જિલ્લામાં સવારે લગભગ 11.15 વાગ્યે ભૂસ્ખલનને કારણે 270 કિલોમીટર લાંબા જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પરનો ટ્રાફિક લગભગ ચાર કલાક સુધી ખોરવાઈ ગયો હતો. હિમાચલ પ્રદેશમાં તાજી હિમવર્ષા અને વરસાદ પછી પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 475 રસ્તાઓ વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં દિવસભર આકાશ ગાઢ વાદળછાયું રહ્યું હતું અને ઓછી વિઝિબિલિટીના કારણે વાહનોની અવરજવરને અસર થઈ હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x