રાષ્ટ્રીય

કેરલમાં સગીર બહેનો પર રેપ કરનાર પિતાને કોર્ટે ફટકારી 123 વર્ષની જેલ

કેરળના મલપ્પુરમ શહેરમાં પોતાની બે પુત્રીઓ સાથે હૈવાનિયત કરનાર કલયુગી પિતાને કોર્ટે 123 વર્ષ કેદની સજા સંભળાવી છે.સાથે જ લગભગ 9 લાખ રુપિયા જેટલો દંડ પણ ફટકાર્યો છે. મામલો 2022નો છે, જ્યારે સગીર બહેનોએ પોલીસ પાસે ફરિયાદ લઈને પહોંચી હતી કે તેમના પિતા એક વર્ષથી તેમનું યૌન શોષણ કરી રહ્યાં છે. આ ઘટના સામે આવ્યા બાદ આખા દેશમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મામલાની સુનાવણી મંજેરીની ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટે કરી હતી. ઘટના વર્ષ 2021થી 2022 વચ્ચેની હોવાનું જણાવવામાં આવી રહી છે. પીડિત યુવતીઓના જણાવ્યા મુજબ તેમના પિતા તેમની સાથે આવી ગંદી હરકત એક વર્ષથી કરી રહ્યાં હતા. ઘટના સમયે બહેનોની ઉંમર 11 અને 12 વર્ષની હતી. કોર્ટે રેપના દોષી પિતા પર 8.85 લાખ રુપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે આ મામલે ફાસ્ટ ટ્રેક લેવલ પર સુનાવણી કરતા પુરાવા અને સાક્ષીઓના આધારે પિતાને દોષી જાહેર કર્યો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x