ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 5338 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 100ની ધરપકડ કરાઈ
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 5338 કરોડ રૂપિયાનો 32,590 કિલોગ્રામનો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે, જે અંગે રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું. ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે ગુજરાત પોલીસે આંતરરાજ્ય ઓપરેશન પણ કર્યા છે એવી માહિતી અપાઇ હતી. રાજ્યના દેવભૂમિ દ્વારકા અને વડોદરામાંથી ઝડપાયેલા ડ્રગ્સ અંગે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ રોકવા માટે વિભાગે અનેક પ્રયાસો કર્યા છે. આ બન્ને જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 1.80 કરોડનો વિવિધ ડ્રગ્સ ઝડપીને 100થી વધઘુની ધરપકડ કરાઇ છે.