અંકલેશ્વર GIDCમાં લાકડાના ગોડાઉનમાં લાગી આગ
ગુજરાતના અંકલેશ્વરમાં આવેલી GIDCમાં એક પેકેજિંગ કંપનીમાં આવેલા લાકડાના ગોડાઉનમાં આગ ભડકી ઊઠતાં ધૂમાડાના ગોટેગોટા ઉડ્યાં હતાં જે ઘણાં કિલોમીટર દૂરથી પણ જોવા મળી રહ્યા હતા. આગ પર કાબૂ મેળવવા માટે 10 ફાયરબ્રિગેડનો કાફલો પણ ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. માહિતી અનુસાર આગની ઘટનાની જાણ થતાં જ પેકેજિંગ કંપનીમાં કામ કરતાં કર્મચારીઓ વચ્ચે અફરાતફરી મચી ગઇ હતી. જોકે હજુ સુધી કોઈ વ્યક્તિના ઘાયલ કે મૃત્યુ થયાની માહિતી મળી નથી. એવી પણ માહિતી છે કે આગની ઘટનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધો હતો જેના પગલે આ પેકેજિંગ કંપનીની બાજુમાં આવેલા કંપની પણ આગની લપેટમાં આવી ગઇ હતી.