પ્રિયંકા ગાંધી, અભિષેક મનુ સંઘવી, રઘુરામ રાજન લડી શકે છે રાજ્યસભા ચૂંટણી, કાલે ઉમેદવારી નોંધાવશે સોનિયા ગાંધી
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી રાજ્યસભા માટે બુધવારે એટલે કે આવતીકાલે ઉમેદવારી નોંધાવશે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે સોનિયા ગાંધી હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભામાં જશે કે રાજસ્થાનથી. સૂત્રોએ સોમવારે માહિતી આપી હતી કે તે રાજસ્થાન થઈને રાજ્યસભા પહોંચી શકે છે. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી લોકસભાના સાંસદ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધી સિવાય અભિષેક મનુ સિંઘવી પણ રાજ્યસભામાં જઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે તેમના સ્થાને પ્રિયંકા ગાંધીને ટિકિટ આપવામાં આવી શકે છે. કારણ કે આ બેઠક ગાંધી પરિવારનો વારસો રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી રાજ્યસભામાં જઈ શકે છે. વધતી ઉંમર અને સ્વાસ્થ્યને કારણે તે ચૂંટણી લડવા માટે ઇચ્છુક નથી. આવી સ્થિતિમાં પાર્ટી તેમને રાજ્યસભામાં મોકલવા પર વિચાર કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે તેમને હિમાચલ પ્રદેશથી રાજ્યસભામાં મોકલવામાં આવશે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી સત્તામાં છે.