દેશમાં 42 લાખ લગ્નોથી અર્થવ્યવસ્થાને રૂપિયા 5.5 લાખ કરોડનો બૂસ્ટર ડોઝ મળશે
ટ્રેડર્સની ફેડરેશન કેટે આ ડેટા જાહેર કર્યો છે. કેટના અનુસાર, તેમના રિસર્ચ વિંગે દેશભરના 30 શહેરોના વેપારીઓ અને સર્વિસ પ્રોવાઈડર્સ સાથે વાતચીતના આધાર પર આ આંકલન કર્યું છે. કનફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના અનુસાર, દેશભરમાં 15 જાન્યુઆરીથી 15 જુલાઈ સુધી ચાલનારી લગ્નની સીઝનમાં 42 લાખ લગ્નો થશે અને આ સમય દરમિયાન લગ્નથી જોડાયેલી ખરીદી અને સર્વિસ ઉપલબ્ધ કરાવવાના માધ્યમથી અંદાજિત 5.5 લાખ કરોડ રૂપિયાની મોટી રોકડ દેશભરના બજારોમાં આવશે. કેટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે, દિલ્હીમાં જ આ લગ્નોની સીઝનમાં 4 લાખથી વધુ લગ્ન થવાની સંભાવના છે,
જેનાથી અંદાજિત રૂ.1.5 લાખ કરોડનો બિઝનેસ થશે. ગત વર્ષ 14 ડિસેમ્બર 2023એ સમાપ્ત થયેલી લગ્ન સીઝનમાં લગભગ 35 લાખ લગ્ન થયા હતા, જેમાં અંદાજિત 4.25 લાખ કરોડ રૂપિયાનો વેપાર થયો હતો. કેટના અનુસાર, આ લગ્ન સીઝન દરમિયાન, 5 લાખ લગ્નોમાં પ્રત્યેક લગ્નનો ખર્ચ 3 લાખ રૂપિયા રહી શકે છે. જ્યારે લગભગ 10 લાખ લગ્નો એવા હશે જેમાં પ્રત્યેક લગ્નમાં 6 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થવાનો અંદાજ છે.
આ સિવાય, 10 લાખ લગ્નોનો અંદાજિત ખર્ચ પ્રત્યેક લગ્નના હિસાબથી 10 લાખ રૂપિયા રહી શકે છે. અંદાજિત 10 લાખ લગ્નનો ખર્ચ રૂ. 15 લાખ પ્રત્યેક લગ્ન હશે. જ્યારે 6 લાખ લગ્નોમાં દરેક લગ્નમાં 25 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. 60 હજાર લગ્ન એવા હશે જેમાંથી દરેક લગ્નમાં 50 લાખ રૂપિયા, અને 40 હજાર લગ્નોમાં પ્રત્યેક લગ્નમાં 1 કરોડથી વધુનો ખર્ચ થવાનો અંદાજ છે. આ બધાને મિલાવીએ તો 42 લાખ લગ્નોમાં આ છ મહિના દરમિયાન લગ્ન સંબંધિત ખરીદીઓ અને સેવાઓ દ્વારા લગભગ 5.5 લાખ કરોડ રૂપિયાના વેપારનો અંદાજ છે.