ગુજરાતમાં 19મી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ જુનિયર એથલેટિક મીટ સ્પર્ધાનું આયોજન
ગુજરાતમાં 19મી નેશનલ ઇન્ટર ડીસટ્રીક્ટ જુનિયર એથલેંટીક મીટ _NIDJAM સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધામાં દેશભરમાંથી 5500થી વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. ત્યારે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને NIDJAM સ્પર્ધા અંગે વધુ માહિતી આપી છે. જણાવી દઈએ કે, ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી મોટી NIDJAM સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 19મી NIDJAM સ્પર્ધા 16થી 18 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતમાં યોજાશે. ભારતના સ્ટાર એથલિટ નીરજ ચોપરાએ પણ સોશિયલ મીડિયા થકી દેશભરના તમામ યુવા ખેલાડીઓને આ સ્પર્ધમાં ભાગ લેવા અપીલ કરી છે. સાથે જ કહ્યું કે, “આ ખૂબ જ સારું પ્લેટફોર્મ છે. આ સ્પર્ધા તમારું આગળનું સપનું પૂરું કરવામાં મહત્ત્વનું યોગદાન આપી શકે છે. સ્પર્ધના થકી દેશભરના ખેલાડીઓ એકબીજાને મળી શકશે અને પોતાનો અનુભવ એકબીજા સાથે શેર કરી શકશે.”